Thursday, October 10, 2024
HomeGujaratમોરબીમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવી આપ્યા છતાં ૧૧ વ્યાજખોરોએ ફર્નીચરના વેપારીને માર...

મોરબીમાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવી આપ્યા છતાં ૧૧ વ્યાજખોરોએ ફર્નીચરના વેપારીને માર મારી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

મુળ જુનાગઢ જીલ્લાના વંથલીના વતની અને હાલ મોરબીના પીપળી ગામ નજીક ગોકુલધામ સોસાયટીમાં રહેતા ફર્નીચરનાં વેપારી ભાર્ગવભાઈ પ્રાણભાઈ રોજીવાડીયા (ઉ.વ૩૩)એ આરોપીઓ કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા રહે. મોટા દહીંસરા, ગજેન્દ્રભાઈ ઉર્ફે ગોપાલભાઈ ભટ્ટ રહે. મોરબી વાવડી રોડ, ટીંકુભાઈ સિંધી લુવાણા રહે. મોરબી યુમનાનગર, ભગીરથસિંહ જે. જાડેજા રહે. મોરબી, રણછોડભાઈ જીવનભાઈ (લાલભાઈ) રહે. બરવાળા, વીરપાલસિંહ નાથુભા ઝાલા રહે. પંચાસર, યશભાઈ ખીરૈયા રહે. મોરબી યમુનાનગર, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા રહે. મોરબી, સુખદેવસિંહ જાડેજા રહે. મોરબી સામાકાઠે વિદ્યુતનગર, નીરુભા ઝાલા રહે. શનાળા અને પ્રશાંતભાઈ રમેશભાઈ કણસાગરા રહે. રાજકોટ વાળાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભાર્ગવભાઈ રોજીવાડીયાએ ચારેક વર્ષના સમયગાળામાં અલગ અલગ જગ્યાએ થી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલ હોય જે રૂપિયા વ્યાજ સહીત ચૂકવી આપેલ હોવા છતાં આરોપીઓએ ફરિયાદી ભાર્ગવભાઈને ફોન પર તેમજ રૂબરૂ જે જગ્યાએ મળે તે જગ્યાએ ધાક ધમકી આપી ડરાવી બળજબરીથી અલ્હાબાદ, એચડીએફસી, સેન્ટ્રલ બેંકના કોરા ચેક લખાવી ઉંચા વ્યાજના પૈસાની માગણી કરી પૈસા ન આપે તો મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી વિરપાલસિંહ ઝાલાએ દશેક દિવસ પહેલા પોતાની ઓફિસે બોલાવી માર મારી વ્યાજના પૈસાની માંગણી કરી ન આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. તમામ આરોપીઓએ પોતે વ્યાજે રૂપિયા આપવાનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં ફરિયાદીને વ્યાજે રૂપિયા આપી તેની પઠાણી ઉધરાણી કરી બળજબરીથી કોરા ચેક લખાવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!