Saturday, October 5, 2024
HomeGujaratવાંકાનેરમાં અલગ અલગ સ્થળે જુગારનાં ત્રણ દરોડા : ૩૧ ઝડપાયા

વાંકાનેરમાં અલગ અલગ સ્થળે જુગારનાં ત્રણ દરોડા : ૩૧ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે રાતીદેવળી ગામની સીમ તીથવા જવાના માર્ગે પવનચકીની સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ધ્રુવકુમાર ધરમશીભાઇ પીપળીયા, રોહીતભાઇ ભરતભાઇ પીપળીયા, હંસરાજભાઇ કેશુભાઇ વીરછોળીયા, જીતેશભાઇ રતીલાલભાઇ અઘરા અને પ્રવીણભાઇ કાનજીભાઇ અઘારા એમ કુલ પાંચ ઈસમોને રોકડા રૂ.૧૩,૫૦૦/- સાથે ઝડપી પાડ્યા હતાં. તો બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે જેતપરડા ગામના પાદરમાં આવેલ મંદિરના પટમાં જાહેરમાં જુગાર રમતા વિનુભાઇ ચતુરભાઇ મદ્રેસણીયા, રમેશભાઇ પ્રભુભાઇ વિરસોડીયા, દિપકભાઇ વેલજીભાઇ વિરસોડીયા, વિક્રમભાઇ ધીરુભાઇ ગુદરીયા, લાલજીભાઇ તેજાભાઇ છત્રોડીયા, યુવરાજસિંહ ટેમભા ઝાલા, કુલદિપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, રામજીભાઇ મંગાભાઇ બોરસાણીયા, પુથ્વીરાજસિંહ નીકુલસિંહ ઝાલા, મનહરભાઇ સતાભાઇ વિરસોડીયા, શંકરભાઇ બચુભાઇ આદરીયા, સાગરભાઇ ભુપતભાઇ વિરસોડીયા, લાખાભાઇ વાધજીભાઇ છત્રોડીયા, અનીલભાઇ બટુકભાઇ છત્રોડીયા, રસીકભાઇ ભાવાભાઇ છત્રોડીયા, દિપકભાઇ વાધજીભાઇ વિરસોડીયા, દિનેશભાઇ બીજલભાઇ કાંજીયા અને સિધ્ધરાજભાઇ રધુભાઇ પીપળીયા એમ કુલ ૧૮ ઈસમોને રોકડ રૂ. ૩૧,૫૩૦/- સાથે ઝડપી પાડ્યા હતાં તો ત્રીજા દરોડામાં પોલીસ ટીમ દશામાના જાગરણ અનુસંધાનમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે નવાપરા બરફના કારખાના પાછળ જાહેરમાં જુગાર રમતાં રમેશભાઇ નારણભાઇ બાબરીયા, મહેન્દ્રસિંગ બિશનસિંગ બગા, સુનીલભાઈ શંકરભાઈ સારલા, સુનીલભાઇ શુરેશભાઇ સાકરીયા, નિજામભાઈ કાસમભાઈ ભટી, સોયેલખાન અયુબખાન પઠાણ, ઈમરાનભાઈ ઉંમરભાઇ કટીયા અને સોહેલભાઈ મહેબુબભાઇ કટીયા એમ કુલ આઠ ઈસમોને રોકડા રૂ. ૧૪,૧૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!