Monday, December 23, 2024
HomeGujaratમોરબીમાં લાઈટના અંજવાળે જુગાર રમતા આઠ શકુનીઓ ઝડપાયા

મોરબીમાં લાઈટના અંજવાળે જુગાર રમતા આઠ શકુનીઓ ઝડપાયા

મોરબી શહેરના રોહીદાસપરા વંડા પાસે લાઈટના અંજવાળે જાહેરમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને પગલે પોલીસે રેઇડ કરી હતી જ્યાં દરોડા દરમિયાન 8 જુગારીઓ ઝડપાતા પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

રોહીદાસપરા વંડા પાસે કડકડતી ઠંડી જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા નરેશભાઇ તેજાભાઇ પરમાર, મનીષભાઇ અમરશીભાઇ ચૌહાણ, મુકેશભાઇ હિરાભાઇ ચાવડા, જયદીપભાઇ ભરતભાઇ ચાવડા, અનીલભાઇ મનોજભાઇ ચૌહાણ, રમેશભાઇ દલપતભાઇ ચૌહાણ, સંજયભાઇ કલાભાઇ ચૌહાણ અને જયેશભાઇ દેવજીભાઇ સોલંકીને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રોકડા રૂપીયા ૬૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગારઘારા કલમ ૧૨ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!