Friday, April 26, 2024
HomeGujaratમોરબી GIDC માં યુવાન પર છરીથી હુમલાનાં બનાવમાં ફરીયાદ નોંધાઈ

મોરબી GIDC માં યુવાન પર છરીથી હુમલાનાં બનાવમાં ફરીયાદ નોંધાઈ

મોરબીમાં બે દિવસ પૂર્વે જીઆઇડીસી વિસ્તારમાં મહિલા કાઉન્સિલરનાં પુત્ર હિરેનભાઇ પર છરી વડે થયેલા હુમલાનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ છે. એ ડીવીઝન પોલીસે બનાવની ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર શનાળા રોડ પર ગુ.હા.બોર્ડ ઘર નં. ૮૦માં રહેતા હિરેનભાઇ પરબતભાઇ કરોતરા (ઉ.વ.૩૦)એ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનાં ઉપર વિશાલભાઇ ઉપેંન્દ્રભાઇ ખાંભલા, ધમાભાઇ ઉપેંન્દ્રભાઇ ખાંભલા (રહે રાજપર રોડ ધરમનગર નગર સોસાયટી મોરબી) તથા અજાણ્યા ચાર ઈસમોએ ફરિયાદી હિરેનભાઈના ફઇનાં પુત્રએ આરોપીઓના કાકાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય તેનો ખાર રાખી બે દિવસ પૂર્વે જીઆઇડીસી વિસ્તારમાં છરી, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં મોરબી એ ડીવીઝન પોલીસે હિરેનભાઈની ફરિયાદના આધારે વિશાલભાઇ ઉપેંન્દ્રભાઇ ખાંભલા, ધમાભાઇ ઉપેંન્દ્રભાઇ ખાંભલા તથા અજાણ્યા ચાર માણસો સામે આઇ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!