Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં ગેરકાયદે જમીન કબ્જા સહિત જુદા જુદા અનેક ગુનાઓમાં નાસતો ફરતો આરોપી...

મોરબીમાં ગેરકાયદે જમીન કબ્જા સહિત જુદા જુદા અનેક ગુનાઓમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબીમાં અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેના મોરબી એસપી એસ.આર.ઓડેદરા નીસુચના તથા પીઆઈ વી.બી.જાડેજા તથા પીએસઆઇ. એન.બી.ડાભી માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડમા ફરજ બજાવતા પો.હેડ કોન્સ. જયવંતસિંહ નારણસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સહદેવસિંહ જાડેજાએ ચોક્કસ બાતમીના આધારે જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઇમરાનભાઇ હુશેનભાઇ ખોડ મિયાણા, જોન્સનગર, લાતીપ્લોટ શેરી નં.-૧ર મોરબી, વાળાને જુના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો.આરોપી ચારેક માસથી નાસતો ફરતો હતો તેના વિરુદ્ધ આશરે ચારેક માસ પહેલા મોરબી, લાતી પ્લોટ, વજેપર ગામના સર્વે નં ૧૨૯૯ વાળી જમીનમાં આરોપીઓએ ગે.કા. અપપ્રવેશ કરી દબાણ કરેલ હોય જે બાબતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હોય જે ગુનામાં મજકૂર આરોપી ગુનો કર્યા બાદ છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો હતો હાલ એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!