મોરબીના ગાંધીચોકમા યુવાન પર હુમલાનો બનાવ સામે આવ્યો છે જેમાં ખાધા ખોરાકીનો કેસ પાછો ખેંચી લ્યો કહીને સાળા પર લોખંડના પાઇપ વડે બનેવી તૂટી પડ્યો હતો.
આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર શબ્બીરભાઇ ઇશાભાઇ ખુરેશી (ઉ.વ.૪૨ રહે. લુહાર શેરી બાવા ઇમાનશારની દરગાર પાસે મોરબી)ના બહેનના હુંશેનભાઇ કાસમભાઇ બીજાણી (રહે.જામનગર) સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બનેં વચ્ચે માથાકુટ થતા શબ્બીરભાઇની બહેને પોતાના પતિ હુંશેનભાઇ વિરૂધ્ધ ખાધા ખોરાકી નો કેશ કોર્ટમાં કર્યો હતો આ બાબતનો ખાર રાખી ગઈકાલે સવારના સાડા છએક વાગ્યે શબ્બીરભાઇ ગાંધીચોકમાં હતા આ દરમિયાન આરોપી બનેવી હુંશેનભાઇએ ત્યાં જઈ કેશ પાછો ખેચી લેવા બાબતે ડખ્ખો કર્યો હતો અને બેફામ બોલાચાલી કર્યા બાદ આરોપી બનેવીએ સાળા પર લોખંડના પાઇપ વડે હુમલો કરી બન્ને પગમાં માર મારી ઇજા પહોંચાડી હતી. આ અંગે શબ્બીરભાઇ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.