Sunday, April 28, 2024
HomeGujaratમોરબીમાં ત્રણ ઈસમોએ વેપારી પિતા-પુત્રને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

મોરબીમાં ત્રણ ઈસમોએ વેપારી પિતા-પુત્રને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આધેડે પોતાની દુકાન પાસે પુત્રને મારતા ત્રણ ઈસમોને રોકવા જતા ઈસમોએ આધેડ પર પણ હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટી ખાતે રહેતા ગનીભાઈ જુમ્માભાઈ રાઉમા નામના આધેડ ગત તા.૨૭/૦૫/૨૦૨૩ ના સાંજના સમયે પોતાના ઘરેથી નીકળી પોતાની દુકાને આવતા ત્રણ માણસો તેમના દીકરાને મારતા હોવાથી છોડાવવા જતા ભોલાભાઈ ઉર્ફે મોઇનભાઈ કાદરભાઈ લોઘા નામના શખ્સે તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી એક ઘા ફરીના ડાબા હાથની કોણી ઉપર મારી તથા અજાણ્યા બે આરોપીઓએ ફરિયાદીને મારા મારી કરી મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો દેતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!