મોરબીના ત્રાજપર ખારી જૂની નિશાળ સામે રહેતા ચંદુભાઈ જીવાભાઇ દુધરેજા ઉમર ૫૧ કોળી આધેડ એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પોતે પોતાની પાન મસાલા ની દુકાને બેઠા હતા ત્યારે કિશન ભવન ભરવાડ, ગોપાલ ભવાન ભરવાડ (રહે લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાસે) સંજય ભરવાડ ,વાલજી ઉર્ફે વિપુલ ભરવાડ અને ૩ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેનો દીકરો ગોપાલ એ અગાઉ કિશન ભરવાડ ની કૌટુંબિક બહેન પૂજા સાથે પ્રેમલગ્ન કરી ભાગી ગયો હોય જે બાબતનો ખાર રાખી ગઈકાલે ઉપરોક્ત શખ્સોએ બે કાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ ધોકા સાથે બે રિક્ષામાં આવી પ્રોઢ પર હુમલો કરી હાથે-પગે ગંભીર ઈજા કરી નાસી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ એલ એન વાઢીયા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.