Friday, May 3, 2024
HomeGujaratમોરબીમાં દારૂ પીધેલી હાલતમાં કાર લઈ નીકળેલ બે બંધાણી ઝડપાયા

મોરબીમાં દારૂ પીધેલી હાલતમાં કાર લઈ નીકળેલ બે બંધાણી ઝડપાયા

મોરબી શહેરમાં દારૂનો નશો કરેલી હાલતમા નીકળેલ બે કાર ચાલકને જુદા જુદા સ્થળેથી ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ નજીકથી દારૂ ઢીંચી ઢીંગલી બની સ્કોડા યતી ફોરવિલ ગાડી રજી.નં.GJ-03-DN-2271 કિ.રૂ.૨,૦૦,૦૦૦ લઈ નીકળેલ આરોપી મુકેશભાઇ જેઠાભાઇ બાવરવા (ઉ.વ.૪૦ રહે.ઉમિયા સર્કલ પાસે શ્રી,જી.સોસાયટી પી.જી.કલોક પાછળ મોરબી)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક કેસમાં મોરબીના ત્રાજપર ચોકડી નજીકથી દારૂ પીધેલી હાલતમાં બલેનો કાર રજી.નં. જી.જે.૩૬.આર.૮૭૮૯ જેની કિંરૂ.૩૦૦,૦૦૦ લઇ નીકળેલ જયેશભાઇ બચુભાઇ પટેલ (ઉવ.૩૬ ધંધો.પ્રા.નોકરી રહે.ખેવારીયા જુના ગામમાં તા.જી.મોરબી)ને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે દબોચી લઈ એમ.વી.એકટ ૧૮૫, મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!