પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક રિક્ષામાં બે ઈસમો શંકાસ્પદ હાલતમાં ચોરી કે છળકપટથી મેળવેલ ચીજ વસ્તુ વેચવાની ફિરાકમાં છે. જેને આધારે રીક્ષા નં. GJ-01-XX-7297ની ઇ-ગુજકોપ પોકેટ એપ દ્વારા સર્ચ કરતા કોઈ રીક્ષા શંકાસ્પદ હોય તેથી તેમાં બેઠેલ મહેશ ઉર્ફે લાલો ઉર્ફે મિથુન ચમનભાઈ મકવાણા +રહે. રાજકોટ, જંગલેશ્વર શેરી નં.3, હુસેની ચોક) તથા બૈરજુભાઈ ગાંડુભાઈ સોલંકી (રહે. બાપુનગર, 80 ફૂટ રોડ) વાળાની પુછતાછ કરી હતી. જે દરમ્યાન બૈરજુએ પેસેન્જર તરીકે બેઠેલો હોવાનું જણાવ્યું હતું. તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી સોનાનો લેડીઝ ચેઇન મળી આવેલ હતો. જે ચેઇન તથા ઓટો રીક્ષા બન્નેના આધાર પુરાવા માંગતા તે નીકળ્યા ન હતા. બન્ને શખ્સોની સઘન પુછતાછ આદરતા બન્ને મહિલા સાગરીત બાલુબેન રામજીભાઈ પરમાર (રહે. કુબલિયાપરા) વાળા સાથે મળીને દસથી બાર દિવસ પૂર્વે મોરબી સરકારી દવાખાના પાસેથી એક મહિલાને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન નજર ચૂકવી સેરવી લઈ ચોરી કરેલ હોય જે ચેઇન વેચવા માટે નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી એલસીબીએ ચેઇન કિંમત રૂ. 57,310/- અને ઓટો રીક્ષા કિંમત રૂ.15000/- મળીને કુલ 72,310/-નો મુદામાલ કબ્જે કરી એ ડિવિઝનને સોંપેલ છે.
પકડાયેલ આરોપીઓ એક મહિલા સાગરીત સાથે રિક્ષામાં અલગ અલગ શહેરોમાં જઈ એકલ-દોકલ મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચૂકવી મહિલાઓના શરીર ઉપર પહેરેલા દાગીનાઓની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતા હોવાનું ખુલ્યું છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એ.ડી. જાડેજા, એએસઆઈ એચ.એમ. ચાવડા, પી.એસ.ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, રસિકભાઈ ચાવડા, કૌશિકભાઈ મારવાણીયા, હેડ કોન્સ. દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, ઈશ્વરભાઈ ક્લોતરા, ચંદુભાઈ કાણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, ફૂલીબેન તરાર તથા કોન્સ. અશોકસિંહ ચુડાસમા, ભરતભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, આસિફભાઈ ચાણક્ય, ભરતભાઇ જિલરીયા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, યોગેશદાન ગઢવી, સતીષ કાંજીયા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા વગેરે જોડાયેલ હતા.