Friday, May 15, 2026
HomeGujaratમોરબીના પીપળી ગામે પિતાએ પુત્ર, પુત્રવધુ સહિત ત્રણ સામે એટ્રોસિટી ફરિયાદ નોંધાવી.

મોરબીના પીપળી ગામે પિતાએ પુત્ર, પુત્રવધુ સહિત ત્રણ સામે એટ્રોસિટી ફરિયાદ નોંધાવી.

મોરબી તાલુકાના પીપળી ગામે લાઈટ બિલ ભરવાની બાબતે થયેલા ઝઘડામાં પિતાએ પોતાના સગા પુત્ર, પુત્રવધુ અને અન્ય એક વ્યક્તિ સામે માર મારવા, તોડફોડ અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના પીપળી ગામે માનસધામ સોસાયટી-૨ ખાતે રહેતા શીવાભાઈ ગલાભાઈ રાઠોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે તેમના પુત્ર જીતેન્દ્રભાઈને ઘરના લાઈટ બિલ બાબતે કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલે આરોપી જીતેન્દ્રભાઈએ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી પત્ની લતાબેન તથા મુકેશભાઈ ડાભીને બોલાવ્યા હતા. જે બાદ ત્રણેય આરોપીઓએ ઘરે આવી ગાળો બોલી લાકડાના ધોકાથી હુમલો કરી ફરિયાદી તથા સાહેદને ઇજા પહોંચાડી હતી. સાથે જ મકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. હાલ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી જીતેન્દ્રભાઈ શીવાભાઈ રાઠોડ, લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ અને આરોપી મુકેશભાઈ ડાભી સામે ભારતીય ન્યાય સંહિતા, એટ્રોસિટી એક્ટ તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!