રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ લીવ પર મુક્ત કરાયેલ કેદી સમયસર હાજર ન થતા તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કે.જી. સિસોદિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી કેદી નં.૫૧૭૩૧ ફિરોઝભાઇ અબ્દુલભાઇ બેલીમ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રીલોકધામ શેરી નં.૩ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉપરોક્ત આરોપી ફિરોઝભાઈ અબ્દુલભાઈ બેલીમ હાઇકોર્ટના આદેશથી આરોપીને પેરોલ લીવ પર જેલમુક્ત કરવામાં આવ્યો હતો. જોકે તા.૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ પરત જેલમાં હાજર થવાનું હોવા છતાં હાજર ન થતા ઉપરોક્ત આરોપીને ફરાર જાહેર કર્યો છે. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ ૫૧(એ) અને ૫૧(બી) હેઠળ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






