મોરબીના લીલાપર રોડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ૫૫ વર્ષીય પ્રૌઢનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબીના લીલાપર રોડ પર રામદેવપીરના મંદિર પાસે આવેલી કાળી પાટ વિસ્તારમાં રહેતા ભીમજીભાઈ ભનાભાઈ સોલંકી ઉવ.૫૫નું તેમના રહેણાંક મકાને કોઈ કારણોસર મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મૃતકના પુત્ર દીનેશભાઈ ભીમજીભાઈ સોલંકી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.






