મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળીયા ગામે વેલનાથ સોસાયટીમાં રહેતા રાજુભાઈ અવચરભાઈ ધંધુકીયા (ઉ.વ.૨૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાણેજ સુરેશને આરોપી દિનેશભાઈ નાનજીભાઈ સાથલીયાની દીકરી સાથે પ્રેમ સંબધ હોય અને તેઓ બંને લગ્ન કરવા હોય જે બાબતે આરોપી દિનેશભાઈને સારું નહિ લાગતા તેનો ખાર રાખી આરોપી દિનેશભાઈ નાનજીભાઈ સાથલીયા , પ્રકાશભાઈ મનુભાઈ, નીલેશભાઈ દિનેશભાઈ સાથલીયા અને રાજેશભાઈ બારોટએ ફરિયાદી રાજુભાઈ તથા તેમના ભાણેજ તથા તેમની બહેન સાથે બોલાચાલી કરી ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી જયપાલ ઉર્ફે લાલો એ પાછળથી આવી ફરિયાદી રાજુભાઈને લાકડી વડે માર મારી સાથેના જશુબેનને આંગળીઓના ભાગે ઈજા કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.