Tuesday, May 21, 2024
HomeGujaratહળવદના રાયસંગપર ગામે પરિણીતાએ ફિનાઈલ પી લેતા સારવારમાં

હળવદના રાયસંગપર ગામે પરિણીતાએ ફિનાઈલ પી લેતા સારવારમાં

મળતી માહિતી મુજબ હળવદના રાયસંગપર ગામે રહેતી પરિણીતાએ તેના પતિને બહારગામ જવાનું પૂછતાં સરખો જવાબ ન આપતા જે બાબતનું લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ પી લેતા તેના પતિ દ્વારા તાત્કાલિક ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા જ્યોતિબેન કમલેશભાઇ પરમાર ઉવ.૨૧ને પોતાના પતિ કમલેશભાઇ બહાર ગામમા ગયેલ જે ઘરે પરત આવતા જ્યોતિબેન દ્વારા પોતે ક્યા ગયેલ હતા તેમ પુછતા કમલેશભાઈએ સરખો જવાબ નહી આપતા જે બાબતે જ્યોતિબેનને મનમા લાગી આવેલ હોય જેથી જ્યોતિબેન ફીનાઇલની બોટલ લઇ ઘરેથી બહાર નીકળી વાડા બાજુ નદીકાંઠે જઇ બોટલમાથી ફીનાઇલ પોતે પોતાની જાતે પી જતા તેમને ધ્રાંગધ્રા ગામે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલના ડોક્ટર દ્વારા હળવદ પોલીસને જાણ કરતા પોલીસ ટી ઘટના સ્થળે પહોચી આગળની તપાસ ચલાવી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર જ્યોતિબેનનો લગ્નગાળો ૦૯ માસનો હોય તેમ જણાવ્યું હતું. હાલ પોલીસે જાણવાજોગ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!