મોરબી શહેરમાં અલગ અલગ સંગઠન દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજી
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, જય મહાકાલ ગ્રુપ, આરએસએસ સહિતના સંગઠનો દ્વારા વહેલી સવારથી શોભાયાત્રાનો જડેશ્વર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય કોરોના ગાઈડલાઈનના પાલનના ભાગરૂપે શોભાયાત્રામાં 2 રથ, 2 ડીજે અને 5 જેટલી કાર સાથે મર્યાદિત સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ શોભાયાત્રા જડેશ્વરથી શરૂ થઈ સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, સાવસરપ્લોટ, રામ ચોક, રવાપર રોડ, ચકિયા હનુમાન થઈને નહેરુગેટ ચોક સુધી યોજાઈ હતી. શોભાયાત્રામાં યુવાનોએ કરતબો પણ રજુ કર્યા હતા. આ યાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.