મોરબી જિલ્લામાં આજે વધુ એક અપમૃત્યુનો કિસ્સો મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. જેમાં મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સુપીરીયર સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા રાનીદેવી રાજાસીંગ બાબુરામ ગોતમ (ઉ.વ.૨૪) એ સુપીરીયર સીરામીકના લેબર ક્વાર્ટર એ-૧ ગત તા.૨૮/૦૪/૨૨ ના રોજ કોઇપણ સમયે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે અપમૃત્યુનો કેસ નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.









