મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જૂની પીપળી ગામે રહેતા કૈલાશબેન વલ્લભભાઈ જેઠલોજા ઉવ.૫૨ એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેમાં મૃતક કૈલાશબેનને ઘણા સમયથી શરીરમાં આવેલ કિડનીમાં થતો મહત્વનો રોગ એવો પથરીની બીમારી હતી. જે બીમારી સબબ કૈલાશબેને પથરીનું ઓપરેશન કરાવ્યું હોય ત્યારે મૃતક કૈલાશબેનને પથરીને કારણે અસહ્ય દુખાવો થતો હતો જે દુખાવાથી કંટાળી કૈલાશબેને પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ તાલુકા પોલીસને કરતા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામું કરી મૃત્યુ અંગે અ.મોત રજી.કરી આગળની તપાસ ચલાવી છે.