મોરબી જિલ્લા પોલીસે દારૂ અંગે જુદા જુદા બે સ્થળોએ દરોડા પડ્યા હતા આ દરમિયાન દારૂની બાટલી સાથે એક ઈસમ પકડાયો હતો જ્યારે અન્ય એક રેઇડમાં આરોપી હાજર ન મળતા પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના બાદનપર ગામે રહેતા વિમલભાઈ મુળજીભાઈ કટેસીયાના રહેણાંક મકાનમાં દારૂની બાતમીને પગલે પોલીસે રેઇડ પાડી હતી. આ વેળાએ મકાનની તલાશી લેતા મકાનમાંથી રૂપિયા ૨૮૭૨૦ ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની ૫૭ બોટલ નો જથ્થો ઝડપાયો હતો.આ દરમિયાન આરોપી વિમલ મુળજીભાઈ કટેસીયાએ વેચાણ અર્થે રાખેલ દારૂનો જથ્થો પોલીસ જપ્ત કરી આરોપી વિમલ હાજર ન મળતા તેને ફરારી જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઉપરાંત મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબીની ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં હોન્ડા કંપનીનું એકટીવા લઇ શંકાસ્પદ હાલતમાં પસાર થતા વિજયસીહ જેઠુભા રાઠોડ (ઉ.વ.૪૧ રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૫૨ સામાકાંઠે મોરબી) ને અટકાવી તેની તલાશી લેતા એકટીવા મો.સા. નંબર. જી.જે.-૦૩ એચ.એલ-૦૪૩૯ કિ.રૂ.૨૦૦૦૦ માંથી મેક્ડોવેલ્સ નંબર ૧ ની એક બોટલ ઝડપાઇ હતી જેથી પોલીસે દારૂ, બાઈક સહિત રૂ.૨૦૩૭૫ નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.