પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૧નાં રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન બાતમીનાં આધારે મંદિર રોડ દરગાહ પાછળ ચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં જયેશભાઈ રમેશભાઈ સારલા (ઉ.વ.૨૩), સંજયભાઈ કાળુભાઈ માણાસુરીયા (ઉ.વ.૨૪), ફિરોઝભાઈ અબ્દુલભાઈ બેલીમ (ઉ.વ.૨૬), સલીમભાઈ હાસમભાઈ બુખારી (ઉ.વ.૬૨), ઈરફાનભાઈ અબ્દુલભાઈ બાનવા (ઉ.વ.૨૬), એજાઝભાઈ જુસબભાઈ રાઠોડ (ઉ.વ.૨૫), કુલદીપભાઈ સુરેશભાઈ કુબાવત (ઉ.વ.૨૭) રહે બધા વાંકાનેર વાળાઓને રોકડ રૂ. ૫૪૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









