Friday, May 3, 2024
HomeGujaratમોરબીમાં દેશી દારૂ સાથે બે ઝડપાયા

મોરબીમાં દેશી દારૂ સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧નાં રોજ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પંચાસર રોડ મસ્જિદની બાજુમાંથી આરોપી મુસ્તાક ઈકબાલભાઈ કાદરી (ઉ.વ.૨૧) ને દેશી દારૂ ૪૦ લીટર કિં.રૂ. ૮૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. તો મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં ફેમસ સીરામીક સામેની ખુલ્લી જગ્યામાંથી આરોપી સોયબ યુનુશભાઈ ડબગર (ઉ.વ.૨૫) ને પ્લાસ્ટિકનાં બાચકામાં દેશી દારૂ ભરેલ કોથળી નંગ ૬૦ દેશી દારૂ ૧૨ લીટર કિં.રૂ.૨૪૦/- સાથે ઝડપી પાડી પ્રોહિ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!