વાંકાનેરના નવી રાતીદેવડી ગામના રહેવાસી રાધાબેન જયંતીભાઈ વીકાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરા શાયર ને ફોનની લેતીદેતી મામલે બોલાચાલી થઇ હોય જે મામલે રાધાબેન અને શાયર આરોપી વિજય વીકાણીને તેના ઘર પાસે સમજાવવા જતા આરોપીઓ વિજય અમુભાઈ વિકાણી, અરવિંદ મનજીભાઈ વીકાણી રહે રાતીદેવડી અને પરેશ ભુરાભાઈ સોલંકી રહે ગાંધીનગર એમ ત્રણ ઇસમોએ માર મારી રાધાબેન અને રોહિતભાઈને લાકડાના ધોકા વડે માર મારી તેમજ સાગરભાઈને ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
જયારે સામાપક્ષે ગીતાબેન અમુભાઈ વિકાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરા વિજયને ફોનની લેતીદેતી મામલે બોલાચાલી થતા તે બાબતનો ખાર રાખી આરોપીઓ શાયર જયંતી વીકાણી, સાગર જયંતી વીકાણી અને રોહિત ધારૂભાઈ વીકાણી રહે રાતીદેવડી વાળાએ ફરિયાદી ગીતાબેન અને તેના દીકરા વિજય સાથે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી તેમજ મણીભાઈને શરીરે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે