મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ ઓરકેન સિરામીક કારખાનાની મજુરની ઓરડી રહીને મજૂરી કામ કરતી સબાનાબેન રઇશખા સૈયદ (ઉ.વ.૧૯) નામની યુવતી ગત તા ૧૭ના રોજ ઓરકેન સીરામીકમા માટી ખાતામા પ્રેસ મશીનની સાફ સફાઇ કરતી હતી. તે વખતે મશીનના બેલ્ટમાં અકસ્માતે પહેરેલ ડ્રેસનો દુપટો આવી જતા ગળાના ભાગે ઇજા થતા બેભાન થઇ જતા પ્રથમ મોરબીની સર્મપણ હોસ્પીટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.