Wednesday, May 1, 2024
HomeGujaratમોરબીના મકનસર ગામે બનશે ઈનલેન્ડ કન્ટેનર ડેપો:સિરામીક ઉદ્યોગને મળશે રાહત

મોરબીના મકનસર ગામે બનશે ઈનલેન્ડ કન્ટેનર ડેપો:સિરામીક ઉદ્યોગને મળશે રાહત

સિરામિક ઉદ્યોગમાં દિવસેને દિવસે નિકાસ વધી રહ્યું હોય ત્યારે થોડા સમય પહેલા ચિરાગ માંથી થતા મોટા પ્રમાણમાં એક્સપોર્ટને ધ્યાને લઈ ભારતીય રેલવે દ્વારા મોરબીના મકનસર ગામે આઇસીડી (ઇનલેન્ડ કન્ટેનર ડેપો) ને મંજૂરી આપી હોય અને જે પ્રોજેક્ટનું કામ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માંથી થવાનું હોય ત્યારે સીરામીક એસોસિયેશનના પ્રમુખ તેમજ મોહનભાઈ કુંડારીયા ની રજૂઆતોને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ આ પ્રોજેક્ટને 280 માંથી 112 કરોડ ફાળવેલ છે જેથી હવે રેલવે બોર્ડ દ્વારા આઈસીડી ના આ પ્રોજેક્ટનું કામ આગળ વધશે ત્યારે ઉદ્યોગકારોને એક્સપોર્ટ તેમજ ઈમ્પોર્ટમાં ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં ફાયદો થશે ઉપરાંત કસ્ટમ ક્લિયરન્સ પણ ખૂબ ઝડપથી અને સરળતાથી થઈ શકશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાંથી દરરોજ 1200 જેટલા કન્ટેનરનું એક્સપોર્ટ થતું હોય છે ત્યારે આઇસીડી ના કારણે એક્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલ ઉદ્યોગકારોને ખૂબ સરળતા મળશે ઉપરાંત હાઈવે પર ટ્રાફિકની સમસ્યા પણ હળવી થાય તેવા અનુમાનો લાગી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!