Monday, April 29, 2024
HomeGujaratમોરબીમાં કુતરાએ માસુમ બાળકને ફાડી ખાતા મોત

મોરબીમાં કુતરાએ માસુમ બાળકને ફાડી ખાતા મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીર પુર રોડ ઉપર આવેલ ડોનેટો ફેકટરીની કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા નાથાભાઇ જાંબુરનો 3 વર્ષીય માસૂમ પુત્ર અરવિંદ નાથાભાઇ જાંબુર તેની પિતરાઈ બહેન સાથે ગતરાત્રે કારખાનાની નજીક જ કુદરતી હાજતે ગયો હતો. તે સમયે કૂતરાએ અચાનક કુદરતી હાજતે બેઠેલા આ માસૂમ બાળક ઉપર તરાપ મારી હતી અને કૂતરાએ આ માસૂમ બાળકને પેટ તેમજ ગળા સહિતના ભાગે બચકા ભરતા બાળકે રાડારાડી કરી મૂકી હતી. બાળકનો રડવાનો અવાજ સાંભળતા આસપાસના લોકો દોડી ગયા હતા અને બાળકને કૂતરાના પંજામાંથી મુક્ત કરાવીને ગંભીર હાલતમાં બાળકને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!