Sunday, September 27, 2026
HomeGujaratમોરબીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે સઘન ડ્રાઈવ: ૬૫ કિલો પ્લાસ્ટિક જપ્ત

મોરબીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે સઘન ડ્રાઈવ: ૬૫ કિલો પ્લાસ્ટિક જપ્ત

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની સ્વચ્છતા માર્શલ ટીમે શહેરના તમામ ૧૩ વોર્ડમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ચેકિંગ હાથ ધરી ૬૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી નિયમભંગ કરનારાઓ પાસેથી રૂ.૫૩,૬૦૪/-ની પેનલ્ટી વસૂલ કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અંતર્ગત ગઈકાલે તા.૨૬ સપ્ટેમ્બરના રોજ શહેરને પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ બનાવવાના હેતુથી વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ કાર્યરત સ્વચ્છતા માર્શલોની ટીમે વોર્ડ નં. ૧થી ૧૩માં મુખ્ય માર્ગો, બજારો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ-રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા અને વિવિધ વેપારી એકમોમાં સઘન ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પાતળી પ્લાસ્ટિકની થેલીઓ, ઝભલા, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક કટલરી સહિત કુલ ૬૫ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ નિયમભંગ કરનાર વેપારીઓ અને આસામીઓ પાસેથી સ્થળ પર જ કુલ રૂ.૫૩,૬૦૪/-ની પેનલ્ટી વસૂલ કરી મહાનગરપાલિકામાં જમા કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો, દુકાનદારો અને નાગરિકોને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી કાપડ કે કાગળની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ તમામ વોર્ડમાં પ્લાસ્ટિક વિરોધી ડ્રાઈવ વધુ કડકાઈથી ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!