વિદ્યાર્થીઓ તથા સ્ટાફના ઉત્કર્ષ માટે સતત પ્પ્રયત્નશીલ રહેતી મોરબીની અગ્રણી એવી પી.જી. પટેલ કોલેજમાં પ્રમુખ શ્રી દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણા અને માર્ગદર્શનથી આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ અને મોરબી મહાનગરપાલિકાના દંડક શ્રી જયેશભાઈ દેસાઈ ની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી.
આ તકે યોગગુરુ તાવરીયાજીને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ ઉજવણીમાં કોલેજના વિદ્યાર્થીઓ લાયન્સ ક્લબના વિનોદભાઈ અગરિયા સરકારી શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારા તથા રાજુભાઈ વ્યાસ, મહીપાલસિહ જાડેજા,અને કોલેજ સ્ટાફ જોડાયો હતો
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે યોગા દિવસના માત્ર એક જ દિવસે નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન દરરોજ પી.જી.પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ શ્રી તાવરીયાજીની યોગધારા ને સમર્પિત 3 SRB યોગથી જ શિક્ષણકાર્યની શરૂઆત કરે છે.






