Wednesday, April 29, 2026
HomeGujaratહળવદમાં પ્રોહિબીશન કેસમાં સંડોવાયેલ ઇસમ પાસા તળે જેલ હવાલે

હળવદમાં પ્રોહિબીશન કેસમાં સંડોવાયેલ ઇસમ પાસા તળે જેલ હવાલે

હળવદ પોલીસે પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા વધુ એક બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીનું પાસા વોરંટ ઇસ્યુ થતા હળવદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગેરકાયદેસર દારૂના વેપારને નાબૂદ કરવા અને આવા તત્વો પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાસા તથા હદપારી જેવા અસરકારક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે. જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઇંગ્લીશ દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા જયરાજ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચા રહે. કલમાદ તા. મુળી જી. સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત મોકલી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા પાસા વોરંટ મંજૂર થતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી અને તેને ઝડપી પાડ્યો હતો. બાદમાં આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!