Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના રફાળીયા ગામ પાસે ચોરાઉ મોટર સાઇકલમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમ...

મોરબીના રફાળીયા ગામ પાસે ચોરાઉ મોટર સાઇકલમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમ ઝડપાયો

મોરબી જિલ્લામાં સમયાંતરે અવાર-નવાર દેશી તથા વિદેશી દારૂ ઉપર પોલીસ તંત્ર દ્વારા ધોંસ બોલાવી, મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. છતાં આરોપીઓ બેફામ બનીને મદિરા પાન કરવાના માર્ગ શોધી લે છે, પરંતુ પોલીસની બાજ નજરથી નથી બચી શકતા. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે ગઈકાલે રફાળીયા ગામ પાસેથી એક ઈસમને ચોરાઉ મોટરસાઇકલમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો પકડી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાના આધારે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ રફાળીયા ગામ પાસે ભુદેવ પાન પાસે શંકાના આધારે નંબર પ્લેટ વગરની હિરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ મોટરસાઇકલ રોકી વસંતભાઇ કરશનભાઇ પરમાર (રહે. મચ્છુનગર રફાળીયાગામ તા.જી.મોરબી મુળગામ ધૃમઠ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર) નામના શખ્સની પૂછપરછ કરી તપાસ કરતા આરોપી પાસેથી મેકડોલ નંબર-૧ની .રૂપીયા ૩૦૦/- ની કિંમતની એક બોટલ મળી આવી હતી. તેમજ પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી મોટરસાઇકલ અંગે તપાસ કરતા મોટરસાઇકલ પણ ચોરીનું હોવાનું જાણવા મળતા પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!