Saturday, July 27, 2024
HomeGujaratમોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે સ્થળોએથી પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે સ્થળોએથી પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ જવાના રોડ ઉપરથી 3 તથા સર્કીટહાઉસ સામેના ભાગે સર્વિસ રોડ ઉપરથી 2 મળી કુલ 5 ઈસમોને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી 4 હજારથી વધુનો મુદ્દમાલ કબ્જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ જવાના રોડ ઉપર રેઇડ કરવામાં આવી હતી. અને જાહેરમાં ગંજીપત્તાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા રાજેશભાઇ જીવણભાઇ પુરબીયા (રહે.વિધુતનગર ઢાળ પાસે સર્કીટ હાઉસ સામે મોરબી-૨), હિરાભાઇ બચુભાઇ ધામેચા (રહે.મહેન્દ્રનગર જુનાગામમાં ઉમાવિલેજ સોસાયટીના ગેઇટ પાસે મોરબી-૨) તથા અફઝલભાઇ ઇદરીશભાઇ શેખ (રહે.કાંતીનગર મસ્જીદ પાછળ મોરબી-૨) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ જુગારીઓ પાસેથી રોકડા રૂ.૪,૨૦૦/-નો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

બીજા બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સર્કીટ હાઉસ સામેના ભાગે સર્વિસ રોડ ઉપર જાહેરમાં બે ઈસમો ગંજીપત્તાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી દર્શનભાઇ જયંતીભાઇ ત્રિવેદી (રહે.વિધુતનગર સોસાયટી ગાયત્રી પ્રોવિઝન પાસે મોરબી-૨ હાલ રહે.જનકપુરી સોસાયટી બજરંગ દુકાન પાસે મોરબી માળીયા ને.હા. રોડ મોરબી-૨) તથા હકેશભાઇ સોમાભાઇ પુરબીયા (રહે.વિધુતનગર ઢાળ પાસે સર્કીટ હાઉસ સામે મોરબી-૨) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧,૯૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!