મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે જેમાં 52.33 ટકા મતદાન સાથે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ભાવી કેદ થયું છે જેની મતગણતરી આગામી તા. 10 નવેમ્બરના રોજ કરવામાં આવનાર છે પરંતુ આ પહેલા મોરબી સહિતના વિસ્તારમાં આ બેઠક પર કોણ બાજી મારશે તેનો માહોલ ગરમાયો છે ત્યારે આ માટે ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણાં દ્વારા મતદાન અને મતદાતાઓના મનને ધ્યાનમાં રાખી રાજકીય વિશ્લેષણ કર્યું છે એ માટે તેને એક અહેવાલ પણ તૈયાર કર્યો છે જે નીચે મુજબ છે.