મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા આજે બપોરે દરબારગઢ પાસે કચરો ઠાલવતા એક શખ્સને ઝડપી ને તેને સલાહ આપી હતી અને ત્યાં થયેલ ઉકરડાને પણ સાફ કરવામાં આવ્યો હતો.
જે સાફ સફાઇ કરાવ્યાને માંડ બે કલાક જેટલો સમય થયો ત્યાં તો વળી પાછો કોઈ કચરાનો ઢગલો કરી ગયુ હતુ આવા લોકોને હવે તો કઈ રીતે સમજાવવું એ ખુદ નગરપાલિકાને સમજાતું નથી .જેથી હવે મોરબી નગરપાલીકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે અને આવા સ્વચ્છતા ન ઇચ્છતા લોકોને અન્ય સમજદાર લોકોએ સ્વચ્છતાના પાઠ ભણાવવા જરૂરી બન્યાં છે.