મોરબીમાં સેલ્ફ ડ્રાઇવિંગમાં ગાડી ભાડે લઈ જઈને કાર નો અકસ્માત કર્યો હતો જેથી ગાડી ભાડે આપનાર સંચાલક દ્વારા નુક્શાની નો ખર્ચ માંગતા એક શખ્સે ઉશ્કેરાઇ જઈ છરીના ઘા મારતા એક તો ચોરી ઉપરસે સીના જોરી જેવો ઘાટ સર્જાયો હતો.
જેમાં વધુ વિગત જોઈએ તો મોરબી માં ઇન્દ્રપ્રસ્થ નગર શેરી નંબર-૧ કામધેનુ પાર્ટી પ્લોટ ની સામે કંડલા બાયપાસ રોડ પર રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા દિક્ષીતભાઇ પ્રવિણભાઇ ભાલોડીયા એ ફરિયાદ નોંધાવી છે કે અગાઉ તેઓ પાસેથી આરોપી
હાર્દિકભાઇ બાબુલાલ ફુલતરીયા (રહે.મોરબી-ર મહેન્દ્રનગર) ટાટા નેકસોન કાર રજી નંબર જીજે.૦૪.સી.આર.૪૨૪૯ વાળી સેલ્ફ ડ્રાઇવીંગ થી ભાડે લઇ ગયેલ હતો અને પડધરી પાસે ઝાડ સાથે કારનો અકસ્માત થયો હતો જે અકસ્માતમાં કારમાં થયેલ નુકશાની ના રીપેરીંગ નો ખર્ચ વારંવાર માંગવા છતાં આરોપી હાર્દિક આપતો ન હોય જે બાબતે વાતચીત કરવા માટે ગત તારીખ ૧૪ ના રોજ રાત્રે ૯ વાગ્યા આસપાસ મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પટેલ પાન ની સામે ભેગા થતા વાતચીત દરમિયાન આરોપી હાર્દિક ફુલતરિયા એકદમ ઉશ્કેરાઇ જઇ છરી કાઢી ફરિયાદી નયનભાઈ પર હુમલો કરી દીધો હતો જેથી નયનભાઈ તુરંત હોસ્પિટલ સારવાર અર્થે ખસેડતા નયનભાઈને જમણા હાથ માં બે છરકા થતા બે- બે ટાંકા લેવા પડ્યા હતા અને ડાબા હાથમાં પણ નસમાં બે ટાંકા અને ચામડી પર દસ ટાંકા લેવા પડ્યા હતા.
જેથી ઉપરોકત બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.