આજથી આદ્યશક્તિના નવલા નોરતાંની શરૂઆત થઈ રહી છે ત્યારે કચ્છ ભુજના માતાનામઢ ખાતે માં આશાપુરા મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું છે જેમાં જાગીરના અધ્યક્ષ (મહંત) રાજાબાવા યોગેન્દ્રસિંહના હસ્તે ઘટસ્થાપન કરાયું છે અને ઘટસ્થાપનની સાથેજ માતાનામઢમાં નવરાત્રીનો પ્રારંભ પણ થયો છે તો બીજી બાજુ કોરોનાના કારણે માતાનામઢનું મંદિર નવરાત્રી દરમિયાન બંધ રાખવામાં આવ્યું છે ત્યારે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ માતાના મઢ ચાલીને કે વાહનથી આવતા હોય છે જેમાં મંદિર બંધની જાહેરાત થતા ભક્તોમાં નિરાશા પણ જોવા મળી છે.
કોરોના મહામારી વચ્ચે કચ્છમાં નવરાત્રીનો આરંભ થયો છે ત્યારે કચ્છનાં ભુજ ખાતે આવેલા આશાપુરા મંદિરમાં આજે ઘટ સ્થાપન સાથે આદ્ય શક્તિ મા આશાપુરાના નવલા નોરતાનો આરંભ થયો છે ભુજના આશાપુરા મંદિર ખાતે આજે સાંજે શુભમુહૂર્તમાં ઘટસ્થાપન કરી માતાજીને નવરાત્રીમાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ભુજ મંદિરમાં ઘટસ્થાપન થતાની સાથે જ કચ્છમાં નવલા નોરતાનો આજથી આરંભ થઈ ચૂક્યો છે નવ દિવસ સુધી કચ્છમાં ઘરોઘર માતાજીની પૂજા આરતી થશે આ વખતે ગરબા તો યોજાવાના નથી.નોંધનીય છે કે ભુજ આશાપુરા મંદિરમાં ઘટસ્થાપન બાદ કચ્છમાં નવરાત્રીનો આરંભ થાય છે દરમિયાન માતા ના મઢ ખાતે પણ આજે રાત્રે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે.