કન્ડલા પોર્ટ ખુબજ વ્યસ્ત પોર્ટ ગણવામાં આવે છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ સંવેદનશીલ ગણવામાં આવે છે ત્યારે કન્ડલા પોર્ટમાંથી કિંમતી વસ્તુઓની ચોરીના નાના મોટા બનાવો બનતા હોય છે પરંતુ કન્ડલા પોર્ટ પર પરમીટ વાળા દારૂ ની ચોરી નો મામલો સામે આવ્યો છે તેમજ મહત્વની બાબત એ છે કે આ દારૂ ચોરીને જે કારમા લઈ જવાતો હતો તે GJ 03 IC 3333 નંબરની ઇનોવા કારમાં ‘માળીયા મિયાણા તાલુકા ભાજપ મહામંત્રી લખેલ પણ જોવા મળ્યું હતું.
આ ગાડી કંડલા ઝોન થી બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે સુરક્ષા જવાનોએ ને શંકા જતા કાર રોકવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કાર દૂર ઉભી રાખીને કારમાં સવાર લોકો કાર રેઢી મૂકીને નાસી છૂટ્યા હતા અને બાદમાં કારની તલાશી લેવામાં આવતા કારમાંથી વિદેશી દારૂનો જથથો મળી આવ્યો હતો તેમજ કાર ના આગળ ના ભાગે અને પાછળ ના ભાગ પર માળીયા મી. તાલુકા ભાજપ મહામંત્રી લખેલ પણ જોવા મળ્યું હતું ત્યારે આ કાર કોની છે તેમજ કાર રેઢી મૂકીને નાસી છુટનાર ઈસમોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.
કંડલા ઝોનમાંથી દારૂની ચોરીનો પ્રયાસ કરનાર માળીયા મી.તાલુકા ભાજપ મહામંત્રી લખેલ આ કાર કોની છે તેમજ આ ચોરીમાં કોણ કોણ સંડોવાયેલું છે અને કાર મૂકી ને નાસી જનાર ઈસમો કોણ હતા તે તમમ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.