Sunday, December 29, 2024
HomeGujaratવાંકાનેરના જીનપરા વિસ્તારમાં ત્રણ ઇસમોએ દુકાન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં ત્રણ ઇસમોએ દુકાન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

મળતી માહિતી અનુસાર વાંકાનેરના પરવેઝ પાર્કના રહેવાસી રસુલભાઈ હાજીભાઇ માથકીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આજથી અઢી વર્ષ પહેલા ફરિયાદીની માલિકીની જીનપરા મેઈન રોડ પર આવેલ સર્વે નં ૩૦૦૨ પૈકી જમીન પર પાકી દુકાન સંબંધના નાતે વાપરવા આપી હોય જે દુકાન આરોપીઓ જલાલ વલીભાઈ પરાસરા, પરવેઝ જલાલભાઇ પરાસરા અને નુરઅખ્તર જલાલભાઇ પરાસરા રહે ત્રણેય ગુલશન પાર્ક ચંદ્રપુર તા. વાંકાનેર વાળાએ પચાવી પાડવાના આશયથી કબજો કરી હાલ સુધી પોતાના કબજામાં રાખી વપરાશ કરતા હોય અને દુકાન ખાલી કરી સોપી આપવા જણાવતા ગાળો આપી મારવા દોડ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!