Sunday, July 12, 2026
HomeGujaratમોરબીની રામનગર સોસાયટીના રહેણાંકમાં જુગારના અખાડા પર એલસીબીનો દરોડો:છ જુગારી ઝડપાયા

મોરબીની રામનગર સોસાયટીના રહેણાંકમાં જુગારના અખાડા પર એલસીબીનો દરોડો:છ જુગારી ઝડપાયા

મોરબી એલસીબી અને પેરોલ સ્ક્વોડને ખાનગીરાહે બાતમી મળી હતી કે નવલખી રોડ પર આવેલ રામનગર સોસાયટીમાં ભરતસિંહ મદારસિંહ પરમાર પોતાના રહેણાંક મકાનમાં બહારથી લોકોને બોલાવી ગેરકાયદેસર રીતે તીનપત્તીનો જુગાર રમાડી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જ્યાં ઘરમાં જુગાર રમતા ભરતસિંહ મદારસિંહ પરમાર ઉવ.૬૪ રહે. નવલખીરોડ રામનગર સોસાયટી મોરબી, રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા ઉવ.૪૩ રહે.નવી પીપળી તા.જી.મોરબી, વિપુલભાઇ રમેશચંન્દ્ર મહેતા ઉવ.૫૦ રહે. મોરબી દરબારગઢ જાનીશેરી, જેઠુભા હેમુભા રાઠોડ ઉવ.૭૬ રહે.મોરબી-૨ ગુ.હા.બોર્ડ એલ-૫૨, કમલેશભાઇ મોતીભાઇ મેવાડા ઉવ.૪૮ રહે. મોરબી-૨ સુર્યકીર્તિ સોસાયટી શેરી નં-૨ તથા રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા ઉવ.૪૫ રહે. મોરબી-૨ જનકલ્યાણ નગર બ્લોક નંબર ૭૬ વાળાની અટકાયત કરી હતી. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧,૨૧,૦૦૦/- કબ્જે લઈ તમામ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગરધારા હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!