વાંકાનેરના મેસરિયા ગામે દીપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. વાડીમાં આવેલ ટ્રાન્સફોર્મર પર ચડી ગયેલા દીપડાને શોટ લાગતાં મોત થયાનો બનાવ સામે આવ્યો છે. ખેડુતને જાણ થતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગની ટીમે વાડીએ આવી દીપડાના મૃતદેહને કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ગામોમાં જંગલી પ્રાણી જેમ કે દીપડા, ચિતા અને સિંહ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. ત્યારે વાંકાનેર મેસરિયા ગામે વાડીમાં આવેલ ટ્રાન્સફોર્મર પર દીપડો ચડી ગયો હતો. જે દીપડાને વીજશોક લાગતાં મોત થયાનું સામે આવ્યું છે. દીપડાનું મોત થયાનું સામે આવતા ખેડૂતોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે દીપડાનો મૃતદેહ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ છે.