મોરબી રેવન્યુ બાર એસોસિયેશનના દ્વારા જિલ્લા વિકાસ અધિકારીઓને સરકારી કર્મચારીઓ એવા તલાટી મંત્રીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે અને વકીલોના કામ કરતાં નથી. માત્ર પૈસા બનાવવામાં રસ હોય તેમ માત્ર ખાનગી કામ કરે છે.તેમ પણ જણાવ્યું હતું.
મોરબી રેવન્યુ બાર એસોસિયેશનના દ્વારા જિલ્લા વિકાસ અધિકારીઓને સરકારી કર્મચારીઓ એવા તલાટી મંત્રીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે. અને વકીલોના તમામ પ્રકારના કાર્ય બંધ કરી માત્ર ખાનગી કાર્ય કરે છે તેથી તે બદલ તાત્કાલિક પગલા લેવા રેવન્યુ બાર એસોસીએશન દ્વારા માંગ કરવામાં આવી છે. મોરબી રેવન્યુ બાર એસોના સભ્યોએ આજે જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લાના કાર્યક્ષેત્રમાં આવતા તલાટી મંત્રીઓ સરકારનો ખોટો ગેરકાયદેસર પગાર મેળવે છે. અને ખાનગી ઓફીસ ચલાવી ખુબ આવક મેળવતા હોવાનું ધ્યાને આવ્યું છે. સરકાર તરફથી નિમણુક કરેલ તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફીસ અને ખાનગી કામ કરી ખુબ આર્થી રીતે સુખી સંપન્ન થઇ ગયા છે. જો સરકાર તરફથી આપવામાં આવેલ પગાર અને ખર્ચની તપાસ કરવામાં આવે તો સીધી રીતે સ્પષ્ટ ખ્યાલ આવી શકે તેમ છે. તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફીસ કરીને વારસાઈ આંબા, વારસાઈ એન્ટ્રી, હક કમી વહેચણી, સુધારા વધારાના કાર્ય, નાની મોટી અપીલ કાર્ય, ગ્રામ્ય વેચાણ વ્યવહારના દસ્તાવેજ અને નોંધો, જન્મ મરણ સહિતના કાર્ય ખાનગી સમજી લીધા હોય તેમ લાગે છે. તેવી રજૂઆત કરવામાં આવી છે. માત્ર અરજીથી તલાટી કમ મંત્રીઓને ખ્યાલ આવી જાય છે કે સરકારી કામકાજમાં ન આવે એ ખાનગી કાર્યમાં આવે છે. જે કામગીરી ખાનગી ઓફિસે કરવા ગુનો છે. વકીલની પ્રેક્ટીસ કરતા વ્યક્તિના સરકારી કામકાજ માટે તલાટી કમ મંત્રીઓ પાસે સમય નથી. અરજદારના સીધા કાર્ય કરવા, સરકારી કાર્યથી દુર રહી તે ગુનાહિત કૃત્ય ગણાય કચેરીના સમયે અરજદાર બહાર તડકે બેસી તલાટીની રાહ જોતો રહે છે અને તલાટી મંત્રીઓ દસ્તાવેજ નોંધાવતા હોય છે જે તલાટી કમ મંત્રીઓનું ખોટું કાર્ય છે.. વધુમાં જણાવ્યું હતું કે વિમલ ચંદ્રાલા, મેહુલ ઉધરેજા, બળદેવ ક્ચરોલા, આરીફ મન્સૂરી, નીલેશ દેસાઈ, સંદીપ દેત્રોજા, કેતન વડાવીયા, ઉમેશ ચંદ્રાસારા સહિતના તેમજ ટંકારાના દિવ્યેશ રાજકોટિયા, યોગેશ દેત્રોજાની પર્સનલ રેવન્યુ કાર્ય માટેની અને દસ્તાવેજ કાર્યો ઓફીસ છે. તલાટી મંત્રીઓને સરકારી કાર્ય કરવામાં જરા પણ રસ ન હોય અને ખાનગી કાર્યમાં ખુબ મોટો રસ ધરાવતા હોય છે. જે મોરબી રેવન્યુ બાર એસોસીયેશનને ધ્યાને લાવ્યું છે. જેથી ખાનગી કાર્ય બંધ કરવા આદેશ કરવા માંગ કરાઇ છે. અને ખાનગી કાર્ય ૧૫ દિવસમાં બંધ કરવામાં નહિ આવે તો મોરબી રેવન્યુ બાર એસોસીયેશન આગળ આકરા પગલા ભરશે તેમ પણ જણાવ્યું છે.