Sunday, November 8, 2026
HomeGujaratમોરબીમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરાશે

મોરબીમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરાશે

‘જનજાતિય ગૌરવ વર્ષ’ અંતર્ગત ૧૫ નવેમ્બરે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સવારે ૧૧ વાગ્યે વિશેષ કાર્યક્રમ યોજાશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: ગુજરાત સરકાર દ્વારા દેશના અને રાજ્યના આદિજાતિ ઈતિહાસના સીમાચિહ્નોને યાદગાર બનાવવા તથા તેના વિવિધ પાસાઓને સામાન્ય જનમાનસ સુધી પહોંચાડવા માટે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ રાજ્યવ્યાપી આયોજન અંતર્ગત બિનઆદિવાસી જીલ્લાઓમાં પણ વિશેષ ઉજવણીના ભાગરૂપે મોરબી જીલ્લામાં આગામી તા. ૧૫/૧૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે ‘જનજાતિય ગૌરવ વર્ષ’ ની ઉજવણી અંગેનો કાર્યક્રમ યોજાનાર છે.

આ કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંચાલન થાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. મોરબી જીલ્લાના નાગરિકોને આ ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!