દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાફલાની સુરક્ષામાં કસર છોડી ગત બુધવારે પંજાબમાં વડા પ્રધાનને બદઈરાદા પૂર્વક રોકી રેલી કરવામાં આવી હતી. જેને પગલે પંજાબની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સમગ્ર દેશમાં આક્રોશ છવાયો છે.
ત્યારે મોરબીમાં પરશુરામ ધામના આંગણે મોરબી બ્રહ્મ સમાજ દ્વારા મહા મૃત્યુંજય યજ્ઞ અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું.
કોંગ્રેસ સરકારના આ કૃત્યને ધિક્કારવા અને નરેન્દ્ર મોદીના સતાયુ માટે મોરબી બ્રહ્મ સમાજ દ્વારા મૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું હતુ. આ તકે રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિત મોરબી જિલ્લા, શહેર ભાજપ પરિવારના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગત બુધવારે વડાપ્રધાન નારેન્દ્રભાઈ મોદીની પંજાબ ખાતેની મુલાકાત દરમિયાન પંજાબની કોંગ્રેસ સરકારે વડાપ્રધાનની સુરક્ષામાં ખામી રાખતા વડાપ્રધાન મોદી નો કાફલો રોડ પર 20 મિનિટથી વધુ સમય અટકી ગયો હતો. ત્યારે વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય માટે દેશભરમાં અનેક સ્થળોએ યજ્ઞ યોજાયા હતા જેના ભાગરૂપે મોરબી પરશુરામ ધામ ખાતે પણ આ મહા મૃત્યુંજય અનુષ્ઠાન કરાયું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને સતાયુ પ્રાપ્ત થઈ તે અંગે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.