Wednesday, October 30, 2024
HomeGujaratમાળિયા(મી.) : જાજાસર ગામે કોળીવાસમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા

માળિયા(મી.) : જાજાસર ગામે કોળીવાસમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા સીપીઆઈ બી.જી.સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં જુગારની બદી નાબુદ કરવા અંગેની ઝુંબેશનાં ભાગ રૂપે માળીયા(મી.) પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા સર્વેલન્સ સ્ટાફ કાર્યરત હોય દરમ્યાન મળેલ બાતમીના આધારે માળિયા(મી.) તાલુકાના જાજાસર ગામે કોળીવાસમાંથી પોલીસે જાહેરમાં જુગાર રમતા અલિયાસભાઈ હુસેનભાઈ મોવર, મૈયાભાઈ લખમણભાઈ ખીટ, મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા, મનસુખભાઇ દામજીભાઈ પરમાર અને મમુભાઈ અમરશીભાઈ કારુને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૧૧,૪૦૦/- તથા ગંજી પત્તાનાં પાના નંગ-૫૨ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, પો.કોન્સ. સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડીયા, ભગીરથસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!