Wednesday, December 25, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા મિયાણા પોલીસે ભૂલી પડેલી મળી આવેલી બાળકીને પરિવાર સાથે મિલન કરાવ્યું

માળીયા મિયાણા પોલીસે ભૂલી પડેલી મળી આવેલી બાળકીને પરિવાર સાથે મિલન કરાવ્યું

માળીયા મિયાણા નજીક અતિભારે વરસાદ ના લીધે અફરા તફરી સર્જાઈ હતી જેમાં બે દિવસ પૂર્વ ભીમસર ચોકડી નજીકથી એક છ વર્ષની બાળકી ફરજ પર રહેલા પીએસઆઈ આર પી ટાપરિયા સહિતની ટીમને મળી આવી હતી જેનું નામ પૂછતાં રમીલા દિલીપભાઈ ભુરિયા જણાવ્યું હતું

- Advertisement -
- Advertisement -

મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા બાળકીના માતા પિતા અને પરિવાર જનોને શોધવા સૂચના આપી હતી જેના આધારે બાળકીના ફોટા અને માહિતી સાથે પીએસઆઈ રાજેન્દ્ર ટાપરિયા સહિતની ટીમ આજુબાજુના ગામડાઓમાં તપાસ કરી હતી જેમાં આજે આ બાળકી તેના કાકા મૂળબિરાજા ડુંગરી જી. જાંબવા એમપી ના રહેવાસી મિતેશ સુમશીગભાઈ ભુરીયા હાલ રહે.કેમરીયા વિટ્રીફાઈડ ગાળા સાથે રહેતી હતી અને પોતે એકલી એમપી જવા નીકળતા તેના કાકા થી જુદી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં માળીયા મિયાણા પીએસઆઈ આર બી ટાપરિયા સહિતની ટીમે પરીવારની ખરાઈ કરી છ વર્ષની બાળકીનું મિલન કરાવ્યું હતું અને બાળકીને તેના કાકાને સોંપી હતી તો બાળકીના પરિવાર જનોએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!