Wednesday, April 24, 2024
HomeGujaratમાળીયા મી.ના નવાગામથી વીરવીદરકાના રસ્તે વિદેશી દારૂનું કટિંગ કરતા હતા : પોલીસ...

માળીયા મી.ના નવાગામથી વીરવીદરકાના રસ્તે વિદેશી દારૂનું કટિંગ કરતા હતા : પોલીસ આવતા નાશી છૂટ્યા : 14,400નો 4 પેટી વિદેશી દારૂ કબ્જે

માળીયા (મી.)ના નવાગામથી વીરવીદરકા જવાના રસ્તે બાવળની વાડમાં વિદેશી દારૂનું કટિંગ કરતા ચાર શખ્સો પોલીસ આવતા નાશી છૂટ્યા હતા જેમાં ગઈકાલે તા. 3ના રોજ નવાગામથી વીરવીદરકા ગામ તરફ જવાના કેડા ઉપર બાવળની કાટમાં ચારેય આરોપીઓ ગે.કા.પાસ પરમીટ વગર વેચાણ કરવાના અર્થે ભારતીય બનાવટની પ્રરપ્રાતિય ઇંગ્લીશ દારૂનું કટિંગ કરતા હતા. આ દરમિયાન પોલીસ આવી જતા ચારેય શખ્સો નાશી છૂટ્યા હતા. પોલીસે વિદેશી દારૂની ૪૮ બોટલો ભરેલ કુલ પેટી નંગ ૪ (કિં.રૂ. ૧૪,૪૦૦) જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓ મોહસીન ઉર્ફે ડીકો મયુદિનભાઇ સંધવાણી, આરીફ મયુદિનભાઇ સંધવાણી, સ્વિફટ ગાડી નંબર જીજે-૩૬-એફ-૩૭૭૫નો ચાલક તથા અન્ય એક ફોરવ્હીલના ચાલકને પકડવા તજવીજ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!