પ્રાપ્ત વિગતો અનુસાર જુશબભાઈ સુમારભાઈ મૈયણ (ઉ.વ.૪૮) એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે માળિયા (મી.)-કંડલા હાઈવે રોડ પર હરીપર ગામ પાસે ટ્રક રજી. નં. આરજે-૦૭-જીબી-૮૨૬૫ ના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે ચલાવી ફરિયાદી જુશબભાઈ તથા સાહેદને તેઓના હીરો સ્પ્લેન્ડર બાઈક રજી. નં. જીજે-૧૨-ઈબી-૯૦૬૩ને પાછળથી ઠોકર મારી હતી આથી ફરિયાદી રોડ પર પડી ગયા હતાં જેમાં ટ્રકના વ્હીલમાં ફરિયાદીનો જમણો હાથ ચગદાઇ ગયો હતો તેમજ જમણા હાથની પાંચેય આંગળીઓમાં તેમજ ડાબા હાથના પોચા ઉપર ફેકચર જેવી ગંભીર ઈજાઓ કરી ટ્રક ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.હાલ પોલીસે બનાવની ફરિયાદ નોંધી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.