Friday, January 3, 2025
HomeGujaratહળવદમાં લાબા સમય બાદ પણ ખંડણીખોર ન ઝડપાતા વેપારીઓ દ્વારા ફરી માર્કેટિંગ...

હળવદમાં લાબા સમય બાદ પણ ખંડણીખોર ન ઝડપાતા વેપારીઓ દ્વારા ફરી માર્કેટિંગ યાર્ડ બંધ

હળવદમાં ખંડણીખોરે માર્કેટિંગ યાર્ડના વેપારી પાસેથી પચાસ લાખ રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની લાંબો સમય વીતવા છતાં આરોપી હજુ સુધી ન પકડાતા આજે ફરીથી વેપારીઓએ માર્કેટિંગ યાર્ડ બંધને બંધ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખંડણીખોરે યાર્ડના વેપારીને પચાસ લાખ ન આપોતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેતે સમયે વેપારીઓએ આકરા પાણીએ થઈ યાર્ડમાં હરરાજી બંધ કરી હતી આ સમયે dysp રાધિકા ભારાઈ સાથે વેપારીઓએ બેઠક યોજી આરોપીને ઝડપી લેવા માંગ કરી હતી જે તે સમયે આરોપીને પકડી પાડવાની પોલીસે બાહેંધરી આપી હતી પરંતુ આજ સુધી ખંડણીખોર પોલીસને હાથે ન લાગતા આજે ફરી વેપારીઓએ માર્કેટિંગ યાર્ડ બંધ કરી દીધું હતું. વેપારીઓએ યાર્ડમા જણસોની હરરાજી બંધ કરી આરોપીને ઝડપી લેવા ઉગ્ર માંગ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!