Friday, May 15, 2026
HomeGujaratમોરબીના જેતપર રોડ પર બંધ સિરામિક કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર...

મોરબીના જેતપર રોડ પર બંધ સિરામિક કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

પ્લાસ્ટિકની ખુરશીઓના જથ્થામાં લાગી વિકરાળ આગ, ચાર વોટર બ્રાઉઝરથી કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં.

- Advertisement -
- Advertisement -

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બંધ ઇટામિક્ષ સિરામિક ફેક્ટરીમાં ગત રાત્રીના ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી હતી. હાલ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતા કારખાનામાં પ્લાસ્ટિકની ખુરશીઓ અને અન્ય મટીરીયલ સળગી ઉઠતાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. જો કે, ચાર વોટર બ્રાઉઝરની મદદથી ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

મોરબીના જેતપર રોડ પર આવેલ ઇટામિક્ષ સિરામિક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંધ હાલતમાં રહેલું આ સિરામિક કારખાનું હાલમાં ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતું હતું, જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની ખુરશીઓ તેમજ અન્ય સામગ્રીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આગે થાઓળ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. આગની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા “મેજર કોલ” જાહેર કરવામાં આવ્યો હતો અને વધુ ફાયર ફાઈટિંગ સાધનો તથા સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

ફાયર વિભાગે ચાર વોટર બ્રાઉઝરની મદદથી આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની કામગીરી બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે, જોકે પ્લાસ્ટિકની ખુરશીઓનો લાખો રૂપિયાનો જથ્થો તેમજ મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!