Friday, May 15, 2026
HomeGujaratમોરબી મનપાની પુસ્તકાલય સેવાઓ વધુ સુલભ, હવે ઓનલાઈન મળશે સભ્યપદ

મોરબી મનપાની પુસ્તકાલય સેવાઓ વધુ સુલભ, હવે ઓનલાઈન મળશે સભ્યપદ

મોરબી મહાનગરપાલિકા સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર, ગ્રીન ચોક અને કેસરબાગ પુસ્તકાલયોમાં વાચકો માટે વિવિધ લોકપ્રિય મેગેઝિન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સાથે જ નાગરિકોને સરળતાથી પુસ્તકાલયની સેવાઓ મળી રહે તે માટે હવે ઘરબેઠાં ઓનલાઈન સભ્યપદ મેળવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ત્રણેય પુસ્તકાલયોમાં બિઝનેસ, આરોગ્ય, જનરલ નોલેજ, બાળસાહિત્ય, ટેક્નોલોજી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી વિવિધ જાણીતી મેગેઝિન ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમાં બિઝનેસ ઈન્ડિયા, બિઝનેસ ટુડે, રીડર્સ ડાયજેસ્ટ, ચંપક, યોજના, સાઇબર સફર, પ્રતિયોગિતા દર્પણ સહિતની મેગેઝિનનો સમાવેશ થાય છે.

નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે હવે ઓનલાઈન સભ્યપદ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. નાગરિકો મોરબી મહાનગરપાલિકા સિટીઝન લોગિન⁠ ઉપર જઈ “લાયબ્રેરી રજીસ્ટ્રેશન ફોર્મ” દ્વારા સભ્યપદ મેળવી શકશે. સભ્યપદ માટે રૂ.૧૦૦ ડિપોઝિટ તથા રૂ.૩૦ વાર્ષિક લવાજમ મળી કુલ રૂ.૧૩૦ ઓનલાઈન જમા કરાવવાના રહેશે. અરજદારે આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવો ફરજિયાત રહેશે. આ સાથે મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને પુસ્તકાલયના સભ્ય બની વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!