ટંકારાના ઘુનડા ગામે મજાક મસ્તીમાં બોલાચાલી થયા બાદ મારામારી ના બનાવની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી.
ટંકારાના ઘુનડા (સ) ગામના રહેવાસી ગણેશભાઈ ગોવિંદભાઈ પાટડીયા (ઉ.વ.૬૦) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિનોદ ઘેલાભાઈ પાટડીયા, મેરૂભાઈ વિનોદભાઈ પાટડીયા, જોશનાબેન ખોડાભાઈ જાસળીયા રહે ત્રણેય ઘુનડા વાળા જીતેન્દ્રભાઈ ને મજાક મસ્તીમાં બોલાચાલી થતા આરોપીઓને સમજાવવા જતા સારું નહિ લાગતા આરોપીઓએ લોખંડ પાઈપ વડે માર મારી ફેકચર જેવી ઈજા કરી લાકડીથી માર મારી જીતેન્દ્રભાઈને લોખંડથી મારી તેમજ મુકેશભાઈને માથામાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.