મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી તા. 21ના રોજ મોરબીના શકત શનાળા ખાતેના પટેલ સમાજ વાડીમાં સવારે 10:00 વાગ્યે કેમ્પ યોજાશે. જિલ્લા કાનૂની સેવા સતા મંડળ સચીવ આર .કે પંડ્યા,જિલ્લા કાનૂનું સેવા સતા મંડળના ચેરમેન, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ. ડી. ઓઝા સહિતના હાજર રહી માર્ગદર્શન આપશે.